પૂર્વભૂમિકા / પાલીવાલ બ્રાહ્મણોની ઉત્પત્તિ પાલીવાલ બ્રાહ્મણોનો ઇતિહાસ વિક્રમ સંવત 534 થી પ્રારંભ થાય છે. એક કથન અનુસાર રાજા જનમેજય યજ્ઞ કરવા માટે આશરે 1500 જેટલા બ્રાહ્મણોને બોલાવેલા અને યજ્ઞ બાદ તે દરેકને એક-એક ગામ ભેટમાં આપેલ જે પ્રદેશમાં આ લોકોને ગામો આપેલા તે પ્રદેશ વિંધ્યાચલ પર્વતની ઉત્તર દિશાએ આવેલ ગૌડ પ્રદેશ તરીકે ઓળખાતો. વખત જતા આ બ્રાહ્મણો ગૌડ બ્રાહ્માણી તરીકે ઓળખાયેલા. ...રાજસ્થાનમાં મંડોર પ્રાંતમાં પડીહાર રાજાઓના વંશમાં લક્ષ્મણરાવ રાજ કરતા હતા. આ સમયે મંડોરના મહારાજા લક્ષ્મણરાવે ગૌડ પ્રદેશના રહેવાસી વશિષ્ઠ ગૌત્રીય એક વિદ્વાન ગૌડ ાહ્મણને રાજકુટુંબના ગુરુ નિયત કરી તેને પાલી પરગણું દાનમાં આપેલ. આ પરગણામાં 302 ઉપરાંત ગામો હતા.વશિષ્ઠ ગૌત્રીય બ્રાહ્મણે ગૌડ પ્રદેશમાંથી જુદા જુદા બાર ગૌત્રના બ્રાહ્માણોને બોલાવી અહીં પાલી અને આસપાસના વિસ્તારમાં સ્થાઈ કર્યા હતા. ગૌત્રો નીચે મુજબ હતા. (1) વસિષ્ઠ (2) શાંડિલ્ય (3) જાતુકર્ણ (4) પારાશર (5) કૌડિન્ય (6) ઉપમન્યુ (7) ગર્ગ (8) મુદગલ (9) ભારદ્વાજ (10) સૈન્ય (11) કૌશિક (12) વામદેવ આ બ્રાહ્મણોમાં બે પ્રકાર જોવા મળે છે. જેમાં કેટલાક આ ગૌડ બ્રાહ્મણો પાલી આસપાસના 84 ગામોમાં ખેડૂત તરીકે વસ્યા હતા. તેઓ ઉંટથી ખેતી કરતા હતા. મોટા પશુપાલકો હતા. ઘોડેસવારીના શોખીન હતા. ગાયો અને ઉંટોના મોટા ટોળાં રાખતા. આ બ્રાહ્મણોનો બીજો વર્ગ પાલી શહેરમાં વસતો હતો અને તેઓ મોટા વેપારી અને ક્રિયાકાંડી બ્રાહ્મણ તરીકે ઓળખાયા હતા. ૧૪મી સદીમાં પાલી (મારવાડ)ને એક સમૃદ્ધ ધનવાન અને સંપન્ન વેપાર કેન્દ્ર આ બ્રાહ્મણોએ બનાવેલ આ બ્રાહ્મણો સખત પરિશ્રમી કર્મઠ અને સમાજ હિતને લક્ષમાં રાખીને જીવનારા હતા. 2. આદિ ગૌડ બ્રાહ્મણોનું વેપાર કૌશલ્ય આ બ્રાહ્મણો અહીં પાલી શહેર તથા આસપાસના વિસ્તારમાં 812 વર્ષ સુધી વસ્યા હતા. જે લોકો પાલી નગરમાં વસતા હતા. તેઓ મોટા વેપારીઓ હતા. ખૂબ સુખી અને ધનવાન હતા. આ પ્રદેશનો સંપૂર્ણ વેપાર આ ગૌડ બ્રાહ્મણોના હાથમાં હતો તેઓ આપણા દેશના જુદા-જુદા વિસ્તારો સાથે તથા પરદેશો સાથે વેપાર કરતા. આ વેપારીઓ જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, ઈરાન, ઈરાક, ફારસની ખાડી, આફ્રિકા તથા ઘણા આરબ દેશો સાથે મોટા પાયા પર વેપાર કરતા તેઓ અનાજ, કાપડ, મીઠું, ઘી, મસાલા વગેરે પરદેશ મોકલતા અને હાથીદાંત, ગેંડાનું ચામડું, તાંબુ, જસત, ટીન, ખજૂર, આરબનો ગોંદ, નાળિયેર, બનાત, શમી કાપડ, લાલરંગ, ગંધક, પારો. ગરમ મસાલા, ચંદનનું લાકડું, કપૂર, બંદૂક, પાકાફળો, હિંગ, મુલતાની છીંટ, અફિણ વગેરે આયાત કરતા. પાલીમાં બનતા “લોઇ ધાબળા“ આખા ભારતમાં ઓઢવામાં આવતા, આ નગરના કેટલાક બ્રાહ્મણ વેપારીઓ પાસે પોતાના વહાણ હતા. માંડવી (કચ્છ). સુરત અને નવાનગર ગામોએ આ બ્રાહ્મણોની કોઠીઓ હતી. દેશ અને પરદેશમાં પાલીનગરની ઉંચી શાખ હતી. અહીંના વેપારીની હૂંડીઓ પ્રદેશમાં ચાલતી. આ પાલીનગરના ભવ્ય ઇતિહાસ વિશે ઇતિહાસકારોએ તેના ભરપુર વખાણ કરેલ છે. કર્નલ ટોડ લખેલ જેસલમેરના ઇતિહાસ પુસ્તકમાં જણાવેલ છે કે "સમસ્ત મારવાડમાં ત્યાંના રાજાઓ સિવાય જો કોઈ લક્ષ્મીવાન હોય તો તે પાલીવાલ બ્રાહ્મણી ... "જેસલમેર રિયાસતમાં પાલીવાલ એટલાં બધાં ધનવાન છે કે અહીંના તમામ વેપારીઓ, વણિકો પાલીવાલ બ્રાહ્મણ પાસેથી દાન લઈ સમસ્ત મારવાડમાં વેપાર કરતા," આજ રીતે કર્નલ ટોડે તેના ટોડ રાજસ્થાન પુસ્તકના વોલ્યુમ-૨ (volume-II) પાના 318 પર આ પ્રમાણે નોંધ કરેલ છે. રાજવંશ રાજપૂતોથી બીજા નંબરે એક પાર્ટીવાલ એવી જાતિ છે, જે સંખ્યામાં તેની બરાબર છે અને ધન-સંપત્તિમાં તેઓથી પણ ચડિયાતી છે. તેઓ બ્રાહ્મણો છે અને પાલી તથા તેની આસપાસની ભૂગ પર રાજ્ય કરેલ હોવાને કારણે "પાલીવાલ તરીકે ઓળખાય છે." રાજસ્થાનના મહાન ઇતિહાસકાર મુન્સિદેવી પ્રસાદ તેના પુસ્તક "મહકમાં ઇતિહાસ મારવાડ માં એવો ઉલ્લેખ કરે છે કે "પાલી ઘણું પુરાણું શહેર છે તેની બહાર બાગ-બગીચા. તળાવ, વાવ, કુવા ઘણા છે. આ શહેર પાલીવાલ બ્રાહ્મણોનું વતન છે. આ લોકો અહીં સુખચેનથી રહેતા. તેવોની સ્થિતિ ઘણી સારી હતી મુસ્લિમ આકાંતાઓએ આ નગર લૂંટ્યું ત્યારથી તેઓ બહાર ચાલ્યા ગયા." મારવાડની મર્દમશુમારીથી સુપ્રીન્ટેન્ડન્ટે પોતાના રિપોર્ટમાં નીચે મુજબ ઉલ્લેખ કરેલ છે. "પાલીવાલ કોમ અસલમાં બ્રાહ્મણ છે. આ લોકો ગૌડ બ્રાહ્મણોમાંથી નીકળ્યા છે. પાલીથી નિષ્કાસિત થવાને કારણે તેઓ પાલીવાલ કહેવાયા છે. કોઈ સમયમાં પાલી મારવાડનું એક ખુબ મોટું વ્યાપારી કેન્દ્ર ગણાતું, તેમાં એક લાખ ઘર કેવળ પાલિવાલ બ્રાહ્મણોનાં હતા. પાલીમાં જ આ લોકોનું રાજ્ય હતું. આ લોકો દોલતમંદ હતા અને તેઓની સ્થિતિ ખૂબ જ સારી હતી. આ લોકોમાં પરસ્પર એટલો પ્રેમ હતો કે જો કોઇ બ્રાહ્મણ વેપારમાં કે કોઇ દેવી અપરાધના કારણે નાદાર બનતો તો પાલીના તમામ 918મણી તેને એક એક રૂપિયો દરેક ઘર તરફથી આપતા આથી તે નાદાર વ્યક્તિ એક જ દિવસમાં પતિ બની જતો. આ ઉપરાંત બહારથી કોઈ ગૌડ બ્રાહ્મણ વસવાટ માટે પાલીમાં આવતો તો આ લોકો ખૂબ જ પ્રેમથી તેને વસાવી દેતા, આ નવ આગંતુક બ્રાહ્મણને દરેક ઘર એક-એક રૂપિયો તથા એક-એક ઇંટ આપતા. આ રીતે એક લાખ રૂપિયા મળતાં અહીં વસવાટ માટે આવતાં બ્રાહ્મણની સ્થિતિ સુધરતી જતી. આ પ્રથાને કારણે પાલીમાં બ્રાહ્મણોના એક લાખ ઘર વસી ગયાં હતાં." પં. છોટેલાલ શર્માએ "બ્રાહ્મણ જાતિ નિર્ણય" માં પાના 337 પર નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે. "જોધપુર રાજ્યનું પ્રસિધ્ધ અને પ્રાચીન નગર પાલીથી તેઓ નિષ્કાસિત થયેલા. આ લોકો સદાય ધનાઢય બની રહેલા. આથી કોઈ કાળે પાલી ધન-ધાન્યથી પૂર્ણ એવું નગર હતું. અને વેપારમાં પણ આગળ પડતું હતું." "શ્રી ગૉડ બ્રાહ્મણ નિર્મય" ગ્રંથમાં પાના નં. 391 પર નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "પાલી નગરની અલકાપુરી સમાન સુસંપન્નતા જોઈને ધનલોલુપ વન્ય જાતિઓ અને બલોયા રાજપુતોના મુખમાં પાણી આવવા લાગ્યું, પર્વત નિવાસી મેર અને મીણા જાતિઓ પણ વારંવાર પાલી પર આક્રમણ કરી અહીંના બ્રાહ્મણોને લૂંટી દુઃખ પહોંચાડતા. શાંતિ-ઈચ્છુક બ્રાહ્મણોએ આ પર્વતીય દુષ્ટોથી પોતાનું રક્ષણ કરવા વીરસિંહોજીના પરાક્રમ સાંભળી તેની સહાયતા મેળવવા ઇચ્છ કરી. કેશવદેવ પાલીવાલે "પાલીવાલ સમાજ આગરા પરિચારિકા" 1997માં પાલી સંબંધી નીચે મુજબ ઉલ્લેખ કરેલ છે. "જલાશય કે કિનારે લગી મહેરાબહાર બુઝિયાં, બિખરી ટૂટી નગર પનાહ, ઉપક્ષિત પડા દૂર્ગ, ચારો તરફ કે પટકાટે, ખંડહર, આરક સ્થલ, મંદિરો એવં સડકો કે કિનારે લગે ધિસને ધિસતે ઉપરૂપ સે હો ગયે શિલાલેખ આદિ અપની દાસ્તાન આપ બતા રહે હૈં તો ગલી મહોલ્લો મેં બંને પાલીવાલો કે ઝાલી-ઝરોખેદાર નક્કાશી કિયે હુએ પુસ્તરશિલ્પર્સ આતંકૃત મહલતુમાં મકાન યહાં કી સમ્પન્નતા કે સજીવ ઉદાહરણ છે." વિક્રમ સંવત 534 થી 1346 સુધી 800 વર્ષના સમયગાળામાં મારવાડ પરગણામાં ઘણી રાજકીય ઉથલ-પાથલ થઇ પરંતુ પાલીનગરી તરફ કોઇ રાજપુત રાજાએ આંખ ઉઠાવીને જોયું નથી. આ સમયમાં પાલીનગરના અખંડ શાસક ગૌડ બ્રાહ્મણો જ બનીરહ્યા. મારવાડમાં આવેલ ઝાલોરના સોનગરા રાજા ઉદયસિંહ હતા. આ ઉદયસિંહ (1266)ના મૃત્યુબાદ કાન્હડદેવ ઝાલોરના ઉત્તરાધિકારી થયા. આ સમયે પર્વતી મેર અને મીણા લૂંટારાઓ વારંવાર પાલી પર ચડી આવી લૂંટફાટ ચલાવતા. આમ, વિક્રમ રાવત 1266 સુધી ગૌડ બ્રાહ્મણનો પાલીમાં રહેતા હતા અને તેઓની સંપન્નતા પૂર્વવત મેજુદ હતી. વિક્રમ સંવત 1266 બાદના આ સમયગાળામાં હિન્દુસ્તાનમાં મુસલમાની રાજ્યનો પાયો ખૂબ મજબૂત બની ગયો હતો. આ વિધર્મીઓ દરેક સ્થળે અને મુસ્લિમ શાસન અને મુસ્લિમ ધર્મ સ્થાપવા મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા. પાલી સ્થિત આ ગૌડ બ્રાહ્મણોએ જંગલી જાતિઓ અને મુસલમાનોથી બચવા માટે. આ સમયમાં સિંહો રાઠોડ એક સમર્થ અને બહાદુર શાસક તરીકે ઊભરી રહ્યા હતા. પાલી સ્થિત બ્રાહ્મણોએ આ મેર અને મીણાના ત્રાસથી બચવા સિંહોજી રાઠોડને પાલીનગરના રક્ષણની જવાબદારી સોંપી. સિંહોજીએ આ મેર અને મીણાઓના ત્રાસથી પાલી સ્થિત બ્રાહ્મણોને ત્રાસ મુક્ત કર્યા. થોડા સમયમાં રાજસ્થાનમાં વિવિધ રાજપૂત રાજાઓ પર મુસલમાની હૂમલાઓ વધવા લાગ્યા, વિક્રમ સંવત 1330માં "બિહુ" નામના ગામ પાસે મુસલમાની ઘાંડાઓ સાથે લડાઈમાં વીર સિહોજી વીરગતિ પામ્યા. આ ગામે આજે પણ તેની દેરી મોજુદ છે. પાલીનગરના આ બ્રાહ્મણોની સમૃદ્ધિએ તેને લાંબો સમય સુખ-ચૈનથી જીવવા ન દીધા. અલાઉદ્દીન ખીલજીએ તેના સેનાપતિ ગૌરી મલિકને બ્રાહ્મણનગરી શ્રીમાળને ભાંગવા-લૂંટવા વિશાળ સેના સાથે મોકલ્યો. તેણે ભિન્નગાળને લૂંટ્યું, બાદ તેણે પાલીનગરને પણ લૂંટયું, અલાઉદ્દીનનો સેનાપતિ ગોરી બેલીમ સવા લાખનું લશ્કર લઈને ઝાલોર પર ચડી આવ્યો. આ સમયે પાલીનગરી ઝાલોરના રાજા કાન્હડદેવના રક્ષણ નીચે હતી. વિક્રમ સંવત 1346 માં "ફિરોઝશાહના" લશ્કરે પાણીમાં લૂંટ અને કત્લેઆમ ચલાવી પાલી સ્થિત બ્રાહ્મણોએ લોડીયા ઋષિના નેતૃત્વમાં આ મુસ્લિમ આક્રાંતો સાથે યુદ્ધ કરેલ. આ યુદ્ધમાં પાલીવાલ બ્રાહ્મણોની હાર થતાં તેઓએ પાલીનગર છોડી સામૂહિક હિજરત વહોરી લીધી. આ યુદ્ધમાં જે બ્રાહ્મણો મરાયા તેના ખંભે લટકતી જનોઈનું વજન સવામણ થયેલ જે બ્રાહ્મણો આ યુદ્ધમાં હણાયા તેની વિધવા ઓરતોએ સામૂહિક રીતે ચિતા ખડકી તેમાં પોતાના પ્રાણ પ્યારા પતિની પાછળ પ્રાણની આહૂતિ આપેલ જે વિધવા સ્ત્રીઓએ પ્રાણ ત્યાગ કરેલ તે સ્ત્રીઓના હાથના ચૂડલાનું વજન 84 મણ થયેલું. જે સ્થળે પાર્ટીના દરવાજે યુઘ્ધ થયેલ તે જ સ્થળે વિધવા સ્ત્રીઓએ સળગતી અગ્નિમાં કૂદીને પોતાના દેહનું બલીદાન આપેલ તે સ્થળે આજે દેહોત્સર્વની સ્મૃતિ સાચવતા ધોલા ચોતશનું સમારક મોજૂદ છે. રણબાંકુરોની ધરતી રાજસ્થાનના ઇતિહાસમાં ધર્મની રક્ષા માટે તથા પોતાના રાજ્યની રક્ષા માટે રાજપુતોની કુરબાનીના ઉલ્લેખો ઇતિહાસને પાને પાને જોવા મળે છે, પરંતુ ધર્મ અને પોતાના ગણરાજ્ય (જનપદ)ની રક્ષા માટે બ્રાહ્મણોએ બલિદાનો આપ્યા હોય તેવા દાખલા ભાગ્યે જ જોવા મળે છે. આમ છતાં રાજસ્થાન મારવાડનું પાલીક્ષેત્ર આ બાબતે અપવાદરૂપ છે. અહીં ધર્મની રક્ષા માટે તથા પોતાની જન્મભૂમિના રક્ષણ માટે હજારો ગૌડ બ્રાહ્મણોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. 1. પાણીનગરની આદિ. ગૌડ બ્રાહ્મણોનું સ્થાનાંતર પાલીનગરીથી આદિગૌડ બ્રાહ્મણોએ વિક્રમ સંવત 1346માં સામૂહિક હિજરત કરેલ. પાર્ટીમાંથી અન્ય સ્થળે જઈ વસવાનું એ પ્રથમ પ્રસ્થાન ન હતું. એ પહેલા પણ આ સમાજે પાલીમાંથી 11મી અને 12મી અને 13મી સદીમાં પણ અન્ય પ્રદેશોમાં જઈને વસવાટ કરેલ. * વિક્રમ સંવત 1063 થી 1067 સુધીમાં મહમદ ગજનીએ પાલી અને નાડેલ પર હુમલા કરી, લૂંટીને ઉજ્જડ કરેલ. . વિક્રમ સંવત 1233 થી 1266 સુધીમાં શાહબુદ્દીન ગૌરીએ ભારત પર નવ વખત ચડાઈ કરેલ. આ ચડાઈઓમાં તેમણે એક વખત પાલી પણ લૂંટી હતી. . એક વખત અજમેરના મહારાજા વિગ્રહરાજે ખૂબ મોટી લૂંટફાટ પાલીમાં ચલાવેલ હતી. . પાલી આસપાસના જંગલમાં વસતી જંગલી પ્રજા-મેર અને મીણાનો ત્રાસતો કાયમી હતો જ. * ઉપર દર્શાવેલ ઉપદ્રવોને કારણે પાર્લીનગરીથી કેટલાક ગૌડ બ્રાહ્મણો અન્ય પ્રદેશોમાં જઇ વસેલા. • 11મી સદીમાં આ બ્રાહ્મણોનો એક સમૂહ ઉત્તરપ્રદેશના હિમાલયની તરાઈનાં કુમાઉ અને ગઠવાલ ક્ષેત્રમાં જઇને વસેલો. વિક્રમની 11મી સદીમાં કેટલાક પાલિવાલ બ્રાહ્મણો અહીં મેવાડમાં આવી વસ્યા હતા. આ બ્રાહ્મણો રાજભક્તિ અને દેશભક્તિમાં અગ્રેસર હતાં. હલ્દીઘાટી યુદ્ધમાં ખમનોર, નાથદ્વાર અને ગોગુન્દા ક્ષેત્રોમાં સેંકડો પાલીવાલ વીર યોદ્ધાઓ ખૂંખાર યુદ્ધ ખેલી વીરગતિને વચ્ચે હતા. મેવાડના સમસ્ત પાલીવાલોના સંગઠનકર્તા આદિપુરુષ સરલજી પાલીવાલ હતા. તેઓ મોટા વિદ્વાન અને તપસ્વી હતા. અહીંના મહારાજાએ તેમને કુલગુરુ અને સલાહકાર બનાવ્યા હતા. પાલી છોડ્યા બાદ કેટલાક કાપય ગોત્રી પાલીવાલો સિહોરી પરગણામાં આવી વસ્યા. અહીં જુદા-જુદા 16 પરગણામાં આ બ્રાહ્મણો વસી રહ્યા છે. એક નાનો સમૂહ આગ્રા અને દિલ્હી તરફ પણ ગયેલ. આ પ્રદેશમાં આવેલ પાલીવાલો ખૂબ સુખી અને સમૃદ્ધ હતા. આ બ્રાહ્મણોનો એક સમૂહ ગુજરાત તરફ ગયેલા પાલી જનપદ અને ખેડગઢનું ગોહિલ રાજ્ય બન્ને નજીક લાઈક હતા. બંન્ને જનપદ વચ્ચે ગાઢ સંબંધ હતો. ખેડગઢનો વેપાર પાલીના વેપારીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલ હતો. જ્યારે શિહોજીના પુત્ર આસ્થાને ગોહિલો પાસેથી ખેડગઢ પડાવી લીધું ત્યારે ખેડગઢના પ્રતાપી રાજપુરુષ સહજાજી જૂનાગઢ રાજ્યને આશરે કુટુંબ- કબીલા અને તેના થોડા સૈનિકો સાથે આવેલ. આ સમયે તેની સાથે તેના પાલીવાલ રાજ્યગુરુ પણ સાથે આવેલ. ગુજરાત કચ્છના બંદરો તથા નવાનગરના બંદરથી પાલીવાલ વેપારીઓ દેશ-પરદેશ સાથે વેપાર કરતા હતા. આમ, ગુજરાત સાથે આ બ્રહ્માણોનો સંપર્ક પ્રાચીનકાળથી જ હતી. આથી જ પાર્ટીમાંથી નીકળી આ બ્રાહ્મણોની એક શાખા અહીં ગુજરાતમાં આવી. પાલી છોડીને આ બ્રાહ્મણોનો સૌથી મોટો સમૂહ જેસલમેર તરફ પ્રયાણ કરી ગયો-વખત જતાં આ ગીડ બ્રહ્માણો પાલીવાલ જરાલમેર બ્રાહ્મણ તરીકે ઓળખાયા. આ લોકો પાલી અને તેની આસપાસના વિસ્તારમાંથી આબાલ વૃદ્ધ સૌ ઘરવખરી, ઊંટ, ઘોડા, ગાડાં, જમીન, જાયદાત, મકાનો વગેરે સ્થાવર જંગમ મિલકતો છોડીને આ પ્રદેશમાંથી પાલીનગરીનું પાણી આગ્રહ કરી કાયમને માટે આ પ્રદેશ છોડી ગયા. આ બ્રાહ્મણો એ વિક્રમ સંવત 1346માં શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે હિજરત કરી તે એક વિરલ ઘટના છે. રાજસ્થાનના ઇતિહાસમાં આવી મોટી હિજરત ક્યારેય બનવા પામેલ ન હતી. જેસલમેર રાજ્યના બરિયાડે પરગણામાં 7 ગામ વસાવી ત્યાં કેટલાક બ્રહ્મણો રોકાયા. બીજો એક સમૂહ કોટડા તરફ ગયો. અહીં 24 ગામો વસાવ્યાં. અહીં વસ્તી વધતાં કેટલાક બ્રાહ્મણો તેવાણ પરગણામાં છે ગામ વસાવી રહ્યા. કેટલાક બ્રાહ્મણે બુજકાના પરગણામાં જઈ 12 ગામ વસાવી સ્થિર થયા. ઉપરાંત વિક્રમપુરમાં જઈ ત્યાં 15 ગામ વસાવીને રહ્યા. છેલ્લે આ લોકો ખડાલ વિસ્તારમાં 24 ગામ વસાવીને સ્થિર થયા. આમ પાલિવાલ બ્રાહ્મણો જેસલમેર રાજ્યમાં 84 ગામોમાં વસી ગયા. આ દરેક ગામમાં ફળદ્રુપ જમીનો ખરીદી કરી ખેતી કરતા આ બ્રાહ્મણો કુશળ ખેડૂતો હતા. આ ખેડૂતો સારી જાતના ઊંટ અને ધોડા રાખવાનો શોખ ધરાવતા. અને તેઓ એક જાગીરદાર માફક જીવતા. આ બ્રાહ્મણો જે ગામમાં વસતા તે તમામ ગામો તેમણે નવા જ વસાવેલા હતા. આ લોકો એટલા સ્વમાની હતા કે અન્ય લોકોને આધિન બનીને જીવી ન શકયતા. તેઓ પાસે ધનની પણ કોઈ કમી ન હતી. આ દ્વ્રાહ્મણોએ જે નવા ગામો વસાવ્યાં ત્યાં તળાવો, કૂવા પ્રથમ બનાવીને વસવા ગયેલા. આ લોકોએ પોતાના વસવાટના ગામોમાં મંદિરો બંધાવ્યા. આ વિસ્તારમાં પાલીવાલ બ્રાહ્મણો ખડતલ, મહેનતુ, ધનવાન અને સમાજ હિતમાં નાણાં ખર્ચનાર તરીકેની છાપ ધરાવતાં હતા. કર્નલ ટોડે તેનાં વિવિધ પુસ્તકોમાં અહીં વસતા પાલીવાલ બ્રાહ્મણો વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરેલ છે. જ્યારે રાજાને નાણાની જરૂર પડતી ત્યારે તેઓએ એકઠું કરેલ અનાજ પાલીવાલ વેપારીઓને વેચવામાં આવતું. આ લોકો એટલા સમૃદ્ધ હતા કે તેઓ રાજાનું તમામ અનાજ ખરીદી લેતા અને તેના બદલામાં રાજાને નાણાં આપતાં. આ રાજ્યમાં ભાગ્યેજ એવા લોકો હશે જેના પર પાલિવાલ બ્રાહ્મણોનું ઋણ (કર્જ) ન હોય. અહીં જેસલમેર પરગણામાં આ બ્રાહ્મણો મુખ્ય વેપારી વર્ગમાં ગણાય છે. દેશ તથા પરદેશ સાથેનો તમામ વેપાર આ લોકોના હાથમાં હતો. આ વેપારીઓ ખેડૂતો પાસેથી અનાજ, કપાસ વગેરે પેદાવાર ખરીદી લેતા અને અહીંથી અન્ય પ્રાંતોમાં મોકલતા. બ્રાહ્મણોના વેપારીઓમાં મોટા ગજાના વેપારીઓ કરાંચી બંદરેથી અફઘાનિસ્તાન, ઈરાન ઈરાક, તુર્કસ્તાન સુધી અહીંની ઊન, ઘી, અફીણ, જર-જવેરાત જેવી ચીજોનો વેપાર કરતા એ જમાનામાં જેસલમેર રાજ્યને સંપન્ન અને સમૃદ્ધ બનાવવામાં આ બ્રાહ્મણો ફાળો ઘણો મોટો હતો. આ બ્રાહ્મણો જેસલમેર રાજ્યમાં વિક્રમ સંવત 1346 થી વિક્રમ સંવત 1860 સુધી એટલે કે 500 વર્ષ રક્ષા-સમૃદ્ધ ખેડૂતો, કુશળ વેપારીઓ, પરિશ્રમી અને ખડતલ પ્રજા તરીકે પોતાની છાપ પ્રસ્થાપિત કરી. આ લોકો એટલા બધા સમૃદ્ધ, ધનવાન અને સુખી હતા કે તેઓએ પોતાના વસવાટનાં તમામ ગામોમાં નીચે દર્શાવેલ સ્મારકોની હારમાળા સર્જે છે. મંદિર, તળાવ, કૂવા, વાવ, ધર્મશાળા, યજ્ઞચોકી, ચબુતરા, છતરી, દેવલી, સતીસ્મારક, કોલી, ઝુંઝાર, ઝવર વગેરે સ્મારકો વિવિધ પરગણામાં નિર્માણ કર્યા છે. જેસલમેર રાજ્યમાં સાલમસિંહ તે રાજ્યનો દિવાન બન્યો. આ સાલમસિંહ એશ-આરામી, ક્રૂર, નિર્દય અને શિથિલ ચારિત્ર્યનો હતો, મજા તેને જાલમસિંહ કહેતી. જનરલ ટોકે તેના પુસ્તકમાં એવો ઉલ્લેખ કરેલ છે કે “ન જાણે કેટલા લોકોના જાન સાલમસિંહે લીધા હશે." એ સમયે સમૃદ્ધ લોકો તો પાલીવાલ બ્રાહ્મણો જ હતાં. કોઇપણ રીતે પાલીવાલોની સંપત્તિ હસ્તગત કરવી તે સાલમસિંહનો મૂળ ઉદ્દેશ બની ગયો. ઉપરાંત તેણે કુલધરા નગર શ્રેષ્ઠીની સ્વરૂપવાન દીકરી પર કુદ્રષ્ટિ કરી. પાલીવાલો પર આકરા કર નાખ્યા. પાલીવાલ બ્રાહ્મણોએ આ કર ભરવાની ના પાડી તેથી તમામ આગેવાનોને સાલમસિંહે જેલમાં પૂર્યા. સ્વામાની આ બ્રાહ્મણો આ ત્રાસી સહી લેવા ખુશી ન હતા. કઠોડી ગામમાં એક ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે 84 ગામના મુખીઓ આવ્યા. અહીં સૌએ સ્વમાન ખાતર - સ્વધર્મની રક્ષા ખાતર આ રાજ્ય સામૂહિક રીતે છોડી જવાનો નિર્ણય કર્યો. 4. જેસલમેરથી સામૂહિક હિજરત કહોડી ગામે ભેગા થઈને સમસ્ત પાલીવાલ સમાજના આગેવાનોએ જેસલમેર પરગણું છોડી જવાનો નિર્ણય કર્યો તે મુજબ આ 84 ગામોના તમામ રહેવાસીઓ માઘ શુધી પૂર્ણિમા સંવત 1886 (સન. 1830) ની રાત્રે પોતાની આલીશાન હવેલીઓ, મકાનો તેમાં રહેલ તમામ ઘરવખરી, ધનદોલત, જમીન-જાયદાદ વગેરે છોડીને ચાલી નીકળ્યા. એક જ રાતમાં તમામ ગામો ઉજ્જડ બની ગયા. ધર્મયુગ સામયિક તારીખ 23 ફેબ્રુઆરી 1996માં "તૃપ્તિ પાંડે" એ આ સામુહિક હિજરતને નીચેના શબ્દોમાં વર્ણવી છે. .. • वह रात गृह त्याग की " "અંતે થાકીને પાલીવાલોએ પોતાના આત્મ સન્માનની રક્ષા માટે જેસલમેર છોડવું વ્યાજબી સમજ્યું. 84 ગામમાં વસતા પચાસ હજાર પરિવારોએ એવો નિર્ણય કર્યો કે એક રાત્રે ચોક્કસ સમયે એક સાથે સૌએ પોત પોતાના ગામો છોડી દેવા. તમામ લોકોએ નીચે દર્શાવેલ દર્દ ભર્યા શબ્દો સાથે પોતાના ગામમાં છોડેલા. "આપણે છોડેલા તમામ ગામો ખંડેર બની જશે અને તેમાં કોઈ વસી નહિ શકે." આજે આ તમામ ગામો નિર્જન ખંડેર બની ગયા છે. અહીં આજસુધી કોઈ વસ્તુ નથી. “ अपने इन बंध किवाडो को मुकफल कर लो, अब यहां कोई नहीं, कोई नहीं आयेगा *
Copyright © Shri Dasha Paliwal Samaj. All Rights Reserved.