પાલીવાલ સમુદાય સામાન્ય રીતે ખેતી અને પશુપાલન પર નિર્ભર હતો, પરંતુ તેમની બુદ્ધિ, તેમની કુશળતા અને તેમની અખૂટ મહેનતથી, પાલીવાલોએ જમીન પર સોનું ઉગાડ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે પાલીથી કુલધરા આવ્યા પછી, પાલી લોકોએ રણની જમીનની વચ્ચે આ ગામ વસાવીને ખેતી પર કેન્દ્રિત સમાજની કલ્પના કરી હતી. રણમાં ખેતી. પાલીવાલોની સમૃદ્ધિનું રહસ્ય જીપ્સમના સ્તરથી જમીનને ઓળખીને ત્યાં સ્થાયી થવાનું હતું. તેમની વૈજ્ઞાનિક વિચારસરણી, પ્રયોગો અને આધુનિકતાને કારણે પાલીવાલ તે સમયે પણ આટલી પ્રગતિ કરી શક્યા હતા.
જાની ભાર્ગવભાઈના જન્મદિવસ નિમિત્તે કુમાર છાત્રાલયમાં દાન આપેલ છે.
જાની ત્રિવેણીબેન જીવરામભાઈ ની પુણ્યતિથી નિમિત્તે તિથી ભોજન માં દાન આપેલ છે.
સ્વ. પેઈન્ટર હરેશ કે. દવે ના સ્મરણાર્થે
"બહુ રત્ના વસુંધરા" જેવી રીતે પૃથ્વી રત્નોની ખાણ છે તેવી રીતે આપણો પાલીવાલ બ્રહ્મ સમાજ પણ રત્નોની ખાણ છે. અને આવા જ પાલીવાલના નવ યુવાન રત્નો ભગીરથ કાર્ય કરીને સમાજને કંઈક આપવાની ભાવના સાથે આવું સરસ મજાનું વેબસાઈટ રૂપી પ્લેટફોર્મ આપણને આપ્યું છે એમના માટે આ યુવા ટીમને જેટલા અભિનંદન સહ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આવો સાથે મળીને આ યુવાનોને પોતાના કાર્ય કરવાનો સંતોષ મળે એવી રીતે આ વેબસાઇટની પહેલીવાર બ્રહ્મ સમાજની એકતા અખંડિતતા અને વિકાસ નું પ્લેટફોર્મ બનાવીએ.
સર્વ પ્રથમ તો આ વેબસાઈટ બનાવવા માટે નો જે વિચાર આવ્યો અને તેનો અમલ કરવામાં આવ્યો તે માટે ખુબ ખુબ અભિનંદન આજે સમાજમાં ખુબ જ ભાગદોડ છે. કોઈ પાસે સમય જ નથી કે એકબીજા સાથે સુખ-દુ:ખ ની વહેચણી કરી શકે. આવા સમયમાં આપણને આ એક નવું માધ્યમ મળ્યું છે કે જેનાથી આપણે એક બનીએ નેક બનીએ, સંગઠિત થઈએ, એક બીજાની નજીક આવીએ, પારિવારિક ભાવના વધે, સામાજિકિકરણ વધે. આપને સૌને આજે નહિ તો કાલે ડીજીટલ સાક્ષરતા તરફ આગળ વધવું જ પડશે. અન્યથા આપણી હાલત નોકિયાના ફોન જેવી થઇ જાશે. જેની દુનિયામાં કોઈ મુલ્ય જ નથી. એટલા માટે આપણે જાગ્યા ત્યારથી સવાર માનીને આધુનિકતા અને આપણી સંસ્કૃતિના સમન્વય એટલે આ આપણી વેબસાઈટ. જય પરશુરામ
આટલું સુંદર ડીઝીટલાઇઝેશન આપણી જ્ઞાતિ ને અર્પણ કરવા બદલ તમારો સૌનો આભાર ઘણા સમયથી આ વિચાર મનમાં હતો પરંતુ કોના સુધી આ વાત પહોંચાડવી અને કઈ રીતે કાર્ય કરવું તે કઈ સૂજતું નહોતું પરંતુ આજે આ સમાચાર વાંચ્યા અને ખૂબ જ આનંદ થયો કે હવે અત્યારના સમય પ્રમાણે આપણે સૌ પણ તેની સાથે ડીઝીટલાઈઝેશનથી ખૂબ સુંદર કામ કરીએ શકીશું.
શાસ્ત્રોમાં બ્રાહ્મણના ગુણ, કર્મ અને સ્વભાવનો ઉચિત નિર્દેશ કરવામાં આવ્યો છે. અને તે ગુણોને કારણે જ તેમને માન તેમજ ગૌરવ મળ્યું છે. બ્રાહ્મણનો પ્રથમ સંકલ્પ " અમે બ્રાહ્મણો રાષ્ટ્રને જાગૃત તેમજ જીવંત રાખીશું" આપણા સમાજમાં નવજીવનનો સંચાર કરતા રહેવું તેમ જ સમાજને કર્તવ્ય ધર્મ અપનાવતા રહેવા માટે જાગૃત રાખો અને બ્રહ્મ પરંપરાને ઉજ્જવળ બનાવી વિકસિત કરતી રહેવી.
આત્મીય વ્હાલા ડીઝીટલ યુગના યુવાન મિત્રો દરેકને મારા પ્રસન્નતા સભર "જય દ્વારકાધીશ" 🙏 સમાજના વિકાસમાં સતત કટિબદ્ધ યુવાનોએ સમાજને ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી એક તાંતણે બાંધવા નિઃસ્વાર્થ ભાવે આપણાં સમાજની વેબસાઇટ બનાવીને પોતાની ભવ્ય કુશળતા સાબિતી કરી છે તેને હું સહર્ષ આવકારું છું. ડીજીટલ માધ્યમ એ આજના આ સમયની દરેકની તાતી જરૂરિયાત છે. પુરા દેશમાં અને વિદેશમાં આપણો સમાજ વસે છે અને પોતાના કાર્યક્ષેત્રથી સંકળાયેલ છે. આજે દરેક પાસે ટાઇમની મુશ્કેલી તે કોમન બાબત છે. સમાજમાં પ્રગતિનાં કેવા કેવા કાર્યો થાય છે, કેવાં નવા કાર્યોની જરૂરિયાત છે, સમાજના લોકો કેવા કાર્યક્ષેત્રમાં જોડાયેલ છે, ટૂંકમાં સમાજનો અરીસો એ આ વેબસાઈટ છે. સમાજના લોકો દરેક બાબતની જાણકારી તેમના ટાઈમે, તેમના સ્થળે, તેમની રીતે જોઈ શકવાનું આ દ્રઢ અને મજબૂત માધ્યમ બનશે તેની મને ખાત્રી છે. આ માધ્યમથી દરેક ભણેલ કે અભણ આ પોતાનું યોગદાન આપી અને આપણા સમાજની કારોબારી આ ક્ષેત્રે જે પણ સહકારની જરૂર પડશે તે માટે હંમેશ તત્પર રહેશે તેની ખાત્રી આપું છું. આ કાર્યમાં કાર્યશીલ દરેક યુવા મિત્રોને ફરીથી હૃદયથી આભાર સાથે શુભેચ્છા આપું છું. 🤝🙏 જય દ્વારકાધીશ..🕉️
Shree Dasha Paliwal Brahmin Gyati Boarding, Kalubha Road, Kalanala, Bharvnagar, 364002
+91 6351453030
dashapaliwalsamaj
@gmail.com
Copyright © Shri Dasha Paliwal Samaj. All Rights Reserved.