આથી તમામ આદ.પદાધિકારીશ્રી/ સરપંચશ્રી/ તમામ વ્હાલા ખેડુતમિત્રોને જણાવવાનું કે, કૃષિ વિભાગ દ્વારા સમગ્ર ખેડૂતોના હિતમાં ડ્રો સિસ્ટમ રદ કરવામાં આવેલ છે અને તેની જગ્યાએ વહેલા તે પહેલાં ના ધોરણે મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવેલ છે, અને નિયત સમયમાં થયેલ તમામ અરજીઓ પૂર્વ મંજૂરી આપવામાં આવશે. પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી કચેરી ખાતે મોકલવાની રહેતી નથી. બીજા તબક્કામાં ડ્રોન થી દવા / નેનો યુરિયા છાંટકાવ, તાડપત્રી, ઓઇલ એન્જીન ( સબસીબલ મોટર/ ઓઇલ એન્જીન/ ઇલેક્ટ્રિક મોટર - 10 એંચ પી સુધી), પાઇપલાઇન, પાક સંરક્ષણ સાધન ( દવા છાંટવાના પમ્પ), એગ્રી સર્વિસ પ્રોવાઇડર ( સખી મંડળ/ ખેડૂત જૂથો માટે) તારીખ 07/8/2023 ના રોજ, સવારે 10.30 કલાકે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે આથી જે ખેડૂતો અરજી કરવા માગતા હોય એમને વહેલા તે પહેલાં ના ધોરણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા નમ્ર અનુરોધ છે. વધુમાં તાત્કાલિક અરજી થઈ શકે તે માટે 8.અ, બેન્ક ખાતાની વિગત, આધાર કાર્ડ, મોબાઈલ નમ્બર ની વિગત સાથે રાખવી. આપના મોબાઈલ મારફત પણ એપ્લિકેશન થઈ શકે છે, એપ્લિકેશન કર્યા બાદ, હાલ અરજી મોકલવાની કોઈ જરૂરિયાત નથી અરજી કરવા માટે કોઈ પણ ખેડૂત પોતાના ઘેર જો કોમ્પ્યુટર ની સગવડ હોઈ તો ત્યાંથી, પોતાના મોબાઈલ પરથી, ગામના વી.સી.ઇ મારફત, કે સી.એસ.સી સેન્ટર મારફત અરજી કરી શકાય છે અરજી કરવા માટે લિંક https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_GhataksWithGroupAndMainScheme.aspx શ્રી કે બી રમણા, મદદનીશ ખેતીવાડી નિયામક, બોટાદ
Copyright © Shri Dasha Paliwal Samaj. All Rights Reserved.